ખરેખર ફૂડ પોઈઝનિંગ કે કંઈક બીજું? ચાંદખેડાની આ ઘટનાએ આખા અમદાવાદને હચમચાવી દીધું છે.”
Thank you for reading this post, don't forget to subscribe!બજારના ખીરામાંથી બનેલા ઢોંસા ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે.
ત્રણ માસની બાળકી રાહાના દફનાવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે બહાર કાઢવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી: ચાંદખેડા પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મૃતક બાળકીના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી, રજા મળ્યા બાદ તેમની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે.
ડેરીની તપાસ: જે ડેરી (ઘનશ્યામ ડેરી) માંથી ખીરાની ખરીદી કરવામાં આવી હતી, ત્યાંથી અન્ય ગ્રાહકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે.
શંકાસ્પદ પાસાઓ
પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે તે દિવસે ખીરૂ ખરીદનાર અન્ય કોઈ ગ્રાહકને આવી કોઈ ફૂડ પોઈઝનિંગ કે આડઅસર થઈ નથી.
બંને બાળકીઓના મોત અને માતા-પિતાની તબિયત લથડવાની ટાઈમલાઈન પોલીસને શંકાસ્પદ જણાઈ રહી છે.
નોંધ: પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના ચોક્કસ કારણની ખબર પડી શકશે.


Good